એક સાથે ઉઠી 4-4 અર્થીઓ, આખો પરિવાર સાફ થઈ ગયો, આખું ગામ હીબકે ચડ્યું

એક સાથે ઉઠી 4-4 અર્થીઓ, આખો પરિવાર સાફ થઈ ગયો, આખું ગામ હીબકે ચડ્યું

એક ખૂબ જ ઈમોશનલ બનાવ સામે આવ્યો છે. જોનારાના કાળજા કંપી ગયા હતા. જે ઘરમાં હજી તો ખુશીની કિલકારીઓ ગૂંજી હતી કે હવે માતમની ચીખો સંભળાય રહી છે. લગભગ 9 દિવસ પહેલાં એક બાળકીનો જન્મ થયો હતો, એ પરિવારના ત્રણ લોકો ભયંકર અકસ્માતમાં મોતને ભેટ્યા છે. દુ:ખની વાત એ છે કે પિતા અને દાદા-દાદી માસૂમનો ચહેરો પણ જોઈ શક્યા નહોતા ને આ દુનિયાને અલવિદા કહી ગયા. એક સાથે 3-3 ઉર્થી ઉઠતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારમાં દુ:ખોનો પહાડ એવો તૂટી પડ્યો કે જોવાવાળું કાળજુ કંપી જાય, હાજર સૌ કોઈના કરુણ કલ્પાંતથી આખું ગામ ધ્રુજી ગયું હતું.

આ હ્રદયદ્રાવક ઘટના રાજસ્થાનના રાજસમંદ જિલ્લાથી સામે આવી છે. અહીના અમરપુરાના રેલમગરા વિસ્તારમાં રહેતા દેવીલીલ ગાડરી નામનો યુવક પોતાના પિતા પ્રતાપ ગાડરીની સારવાર કરાવીને જયપુરથી પાછા આવી રહ્યા હતા. તેમની સાથે માં સાહની અને સંબંધી હતા. આ દરમિયાન મંગળવાર અડધી રાત્રે પછી ભીલવાડામાં તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં દેવીલીલના માતા-પિતા, દિકરો અને એક સંબંધી સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા.

જણાવી દઈએ કે બુધવાર સાંજે જ્યારે એમ્બુલન્સમાં એક જ પરિવારના ત્રણ મૃતદેહો ઘરે પહોંચ્યા તો આ દર્દનાક નજારો જોઈ સૌ કોઈ રડી પડ્યા હતા. ખબર મળતા જ મૃતકોના ઘરે ભીડ જામી ગઈ. મૃતકોના પરિવારજનોની રડી-રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી. અહીં પર લગભગ કોઈ એવું નહતુ કે જેની આંખોમાં આંસુ ના નિકળ્યા હોય.

ગામના લોકોએ જણાવ્યું કે દેવીલીલ 10 દિવસ પહેલા પોતાના પિતા પ્રતાપ ગાડરીની સારવાર કરાવવા માટે જયપુર ગયા હતા. આ દરમિયાન દેવીલાલની પત્નીને એક દિવસ પછી દિકરીને જન્મ આપ્યો હતો. તેથી આખો પરિવાર બહુ જ ખુશ હતો. હોસ્પિટલમાં દાખલ દાદા પોતાની પૌત્રીની જન્મના સમાચાર સાંભળી ખુશ હતા. જલ્દી ઠીક થઈને તેનો ચહેરો જોવા માટે ઉત્સુક હતા. પરંતુ ઘરે આવતા સમયે એવી ભયાનક ઘટના ઘટી ગઈ કે દાદા-દાદી અને પિતાએ માસૂમનો ચહેરો જોયા વિના જ દુનિયાને અલવિદા કહી દીધું.

ગુરુવારે પરિવારના ત્રણ લોકોની એકસાથે અર્થી કાઢી હતી. જેમાં આખું ગામ શામેલ થયું હતું ને ધ્રુસકે ધ્રુસકે રડ્યું હતું. આ દરમિયાન સમગ્ર ગામમાં ગમગીન છવાઈ ગઈ હતી. ગામમાં લોકોએ પોતાની દુકાન તો બંધ રાખી જ હતી, કોઈના ઘરે ચુલો પણ સળગ્યો નહતો. એક જ પરિવારમાં થઈ ત્રણ લોકોના મોત પર હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આસું હતા. પરિવારના મોટા દિકરા કિશનલાલને માતા-પિતા અને નાના ભાઈને મુખાગ્રિ આપી.હ્રદયદ્રાવક ઘટનાઃ ઘરમાં દીકરીનો જન્મ થયો અને એક જ પરિવારમાંથી ઉઠી 4-4 અર્થીઓ, પિતા અને દાદા-દાદી માસૂમનો ચહેરો પણ ન જોઈ શક્યા