3 સાપની પ્રણયક્રીડા ભાગ્યે જ આપે છે દર્શન, કિલક કરી ને દર્શન કરી લો, તમારો બેડો થઈ થશે પાર, ઓમ લખીને પોસ્ટને લાઈક કરો

છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સોસાયટીના બગીચાઓથી લઈને ખેતરોએ લીલી ચાદર ઓઢી લીધી છે, ત્યારે આખું વર્ષ દરોમાં છૂપાઇ રહેતા ઝેરી- બીન ઝેરી સર્પો ચોમાસામાં પ્રથમ વરસાદ વરસતાની સાથે જ બહાર નીકળી રહ્યા છે. સામાન્ય રીતે બે સર્પ પ્રણય ક્રીડા કરતા અનેક વીડિયો વાઇરલ થયા છે અને લોકોએ પ્રત્યક્ષ પણ જોયા હશે.

ત્રણ સાપની ક્રીડા કરતા હોવાની ઘટના જવલ્લેજ જોવા મળે છે.
પરંતુ, વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે રોડ નજીકની જગ્યામાં ત્રણ સર્પ પ્રણયક્રીડા કરતા મોબાઇલ ફોનમાં ક્લિક થઇ ગયા છે. ત્રણ સાપની ક્રીડા કરતા હોવાની જવલ્લેજ જોવા મળતી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જ્યુ હતું.જવલ્લેજ નર-માદા સર્પો ભેગા થઇ જાય છે, ત્યારે ક્રીડા કરતા જોવા મળી જતા હોય છે.


ચોમાસામાં સાપ દરમાંથી બહાર નીકળે છે
પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના રાજ ભાવસારે ચોસામાં ક્રીડા કરતા જોવા મળતા સર્પો અંગે જણાવ્યું હતું કે, ચોમાસામાં પડતા વરસાદને વરસાદથી બચવા સર્પોમાંથી દરોમાંથી નીકળી કોરી જગ્યામાં પહોંચી જાય છે. સામાન્ય રીતે તો સાપનો સંવનન કાળ ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીનો રહેતો હોય છે. જવલ્લેજ નર-માદા સર્પો ભેગા થઇ જાય છે, ત્યારે ક્રીડા કરતા જોવા મળી જતા હોય છે.

સર્પોની પ્રણયક્રીડા જોવા માટે લોકો ઉમટી પડ્યા
વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે એક વ્યક્તિની નજર ક્રીડા કરી રહેલા ત્રણ સર્પો ઉપર પડતા તેને પોતાના મોબાઇલમાં ક્રીડા કરી રહેલા સર્પોનો વીડિયો ઉતારી લીધો હતો. બીજી બાજુ ક્રીડા કરી રહેલા સર્પો અંગેની વાત ફેલાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ક્રીડા કરી રહેલા સર્પો એટલા મગ્ન હતા કે, ક્રીડાની કરી રહેલા સર્પોની જગ્યા પાસેથી વાહનો હોર્ન મારતા પસાર થઇ રહ્યા હોવા છતા, સર્પો ક્રીડા કરી રહ્યા હતા. ક્રીડા કરી રહેલા સર્પો સિંધરોટ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા.

error: Content is protected !!