27 વર્ષની લેડી ડોનની હથિયાર સાથે વીડિયો બનાવી SPને ખુલ્લી ધમકી, કહ્યું – હું કોઈથી ડરતી નથી
સોશિયલ મીડિયા પર રાજસ્થાનની એક મહિલાનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. લેડી ડોનનાં લીસ્ટમાં અનુરાધા ચૌધરી, રેખા મીના પછી વધુ એક નામ જોડાયું છે. આ છે નાગૌરની કમલા ચૌધરી. પોતાને લેડી ડોન તરીકે ઓળખાવનારી કમલા સોશિયલ મીડિયા દ્વારા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓને પણ ધમકી આપી રહી છે. આ સાથે કહ્યું કે, તે પોતાના પૈસાથી કંઈ પણ કરી શકે છે, કોઈ મારું કંઈ બગાડી નહીં શકે.તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમાં તે નાગૌરના એસપી રામમૂર્તિ જોશીને પડકાર ફેંકી રહી છે.
લેડી ડોનની ચેલેન્જ – જો કોઈના બાપમાં દમ હોય તો રોકીને દેખાડે
નાગૌર જિલ્લાના બરાની ગામની રહેવાસી 27 વર્ષીય કમલાએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને કહ્યું, ‘હું SP પાસેથી પૈસા લઈને નહીં, મારી જાતે જ ડ્રગ્સ ખાઉં છું’. આ વીડિયોમાં કમલા નાગૌરના ઘણા નેતાઓને ધમકી પણ આપી રહી છે. તે જિલ્લાના અનેક સરપંચોના નામ પણ લઈ રહી છે. વીડિયોમાં કમલા બોલી રહી છે, ‘હું રોજ MD ખાઉં છું અને પોતાના દમ પર ખાઉ છું. હું એસપી પાસેથી પૈસા લઈને એમડી નથી ખાતી. જો કોઈના બાપમાં દમ છે તો તેને રોકીને દેખાડે. એસપી મારું રેકોર્ડિંગ જોઈ રહ્યા છે. તે જણાવે ક્યારે તેના બંગલે આવીને પૈસા માંગ્યા હતા.’
લેડી ડોને કહ્યું કે, નાગૌરમાં હાઈલાઈટ થવુ છે દરેક રીતે. તે કોઈથી ડરવાની નથી. આ સિવાય વીડિયોમાં તે કહી રહી છે કે પોલીસને પણ તેના MD ખાવાથી કોઈ સમસ્યા નથી. તે અત્યાર સુધીમાં અનેક પોલીસકર્મીઓને નોકરીમાંથી કાઢી ચૂકી છે.
11 લાખની છેતરપિંડીનો આરોપ
કમલા ચૌધરી પર ડિસેમ્બર 2020માં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને બ્લેકમેલ કરીને 11 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ હતો. આ પછી નાગૌર પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. તે અવારનવાર આવા વીડિયો જાહેર કરીને પ્રભાવશાળી લોકોને ધમકી આપે છે. કમલાએ બીજો વિડિયો જાહેર કર્યો હતો, જેમાં તે પોલીસને પડકાર ફેંકી રહી હતી કે, ‘હજી સુધી કોઈ તેના વાળ પણ વાંકા કરી શક્યુ નથી. હું ઈચ્છું છું કે કોઈ મને પોલીસ સ્ટેશન લઈ જાય, પણ કોઈ કંઈ કરતું નથી.
હથિયારો સાથે વીડિયો બનાવે છે, ફાયરિંગ પણ કરે છે
કમલા ચૌધરી સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્રોફાઇલ પર હથિયારો સાથેના વીડિયો અને ફોટા નિયમિતપણે અપડેટ કરે છે. જેમાં પોલીસની ગાડીમાં બેઠેલા તેના ફોટાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. અલગ-અલગ પ્લેટફોર્મ પર કમલાની ધમકીથી લઈને ડ્રગ ડીલિંગ સુધીના ઘણા વીડિયો છે. લાઈવ દરમિયાન કમલાના હાથમાં દારૂની બોટલ અને કારતૂસ પણ દેખાય છે.
સોશિયલ મીડિયા પર કમલા ચૌધરી માટે યુવાનોમાં ઘણો ક્રેઝ છે. તેણી પોતે તેના દરેક કારનામાની રીલ્સ શેર કરે છે. કમલાએ હથિયારો સાથેનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેની સાથે ફાયરિંગ કરતો એક વીડિયો પણ શેર કર્યો છે. બીજી તરફ પોલીસને પડકાર આપવા અંગે ASP રાજેશ મીણાએ કહ્યું છે કે આ સમગ્ર મામલો દેખાડવામાં આવશે. જો કોઈ વાંધાજનક વીડિયો હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.27 વર્ષની લેડી ડોનની SPને ચેલેન્જ, હથિયાર સાથે લાઈવ આવી કહ્યું- કોઈના બાપમાં દમ હોય તો રોકીને દેખાડે, પોલીસની ઉંઘ ઉડાવી દેનારી હસીના કોણ છે?