લગ્નના 24 દિવસ બાદ ગુજરાતી કપલ હનીમૂન પર આબુ ગયું, પતિએ પત્નીને આપ્યું ધ્રુજાવતું મોત, મોઢામાં પાંદડા ઠોસી ગળું દબાવી દીધું

એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. ઉમરગામના ખત્તલવાડામાં રહેતું ગુજરાતી કપલ લગ્ન કર્યાના 24 દિવસ બાદ હનીમૂન મનાવવા માઉન્ટ આબુ ગયું હતું. જયાં પતિએ પત્નીને તડપાવી તડપાવીને મોતને ઘાટ ઉતારી હતી. પતિએ પત્નીના મોંઢામા ઝાડના પાંદડા ઠોસી દીધા હતા અને ઝાડની નાની ડાળીથી ગળું દબાવી દીધું હતું. પતિએ હત્યા છૂપાવવા લોકો કોશિશ કરી હતી, પત્નીનું બિમારીનુ નાટક રચ્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાંજ પતિનો ભાંડો ફૂટી ગયો હતો.

વાત એમ બની હતી કે, ઉમરગામનો યુવક પોતાની પત્ની, બેન-બનેવી અને માતા સાથે અંબાજી દર્શને ગયા બાદ ત્યાંથી માઉન્ટ આબુની એક હોટેલમાં તેઓ રોકાયા હતા. જ્યાં પરિણીતાની તબિયત બગડતા હોસ્પિટલે લઇ જવી પડી હતી. જયાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં દોઢ માસ બાદ પીએમ રિપોર્ટમાં પરિણીતાનું ગળું દબાવી હત્યા કર્યા હોવાનું બહાર આવતા પતિ સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. કયા કારણથી તેની હત્યા કરાઇ પરિવારજનો તે જાણવા માંગે છે. પરિવારને હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી.

ઉમરગામના ખત્તલવાડામાં રહેતા જોલી નીતિન પટેલ પત્ની રૂચિકા અને બેન-બનેવી તેમજ માતા સાથે 7 જાન્યુઆરીએ અંબાજી દર્શને ગયા હતા. ત્યાંથી માઉન્ટ આબુ સ્થિત એક હોટેલમાં રોકાયા બાદ 10 તારીખે જોલીએ રૂચિકાના પરિવારને ફોન ઉપર જણાવ્યું હતું કે, તેની તબિયત અચાનક બગડી ગઇ છે અને બાથરૂમમાં ચક્કર આવવાથી પડી જતા હોસ્પિટલે લઇ જતા તબીબે તેને મૃત જાહેર કરી છે. જેથી રૂચિકાના બંને ભાઇ અને પિતા ત્યાં દોડી ગયા હતા.

દોઢ માસ બાદ પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં રૂચિકાની હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં તેનું ગળું દબાવી મોઢામાં ઝાડના પાન ભરી હત્યાનો ઉલ્લેખ કરાયો છે. જેથી પિતા હરીશભાઇએ આબુ પોલીસમાં પતિ જોલી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં મૃતકના ભાઇ અને આરોપી જોલી સાથે વાતો કરી હકીકત જાણવા પ્રયાસો કર્યા હતા.

જોલીએ રૂચિકાની હત્યા કેમ કરી તે કારણ ખબર નથી પડતી. હત્યા પાછળનું કારણ જાણવા પરિવારજનો માગ કરી રહ્યા છે. કોઇ પણ તકલીફ હોય તો જોલીએ અમને જાણ કરવાની જરૂર હતી. તેઓ અંબાજી ફરવા માટે પ્લાન વગર અચાનક નીકળી ગયા હતા. ત્યારે છેલ્લી વાર બેન સાથે વાત થઇ હતી કે તેઓ અંબાજી દર્શન જવા માટે નીકળી રહ્યા છે. બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રૂચિકાએ લગ્નના 13 દિવસ પહેલા નોકરી છોડી હતી. લગ્નના કારણે નોકરી છોડ્યા બાદ તેમને મોત મળ્યું હતું.

રૂચિકાના પતિ જોલીએ મિડીયાને જણાવ્યું હતું કે, હોટેલમાં સવારે 8.30 થી 9 વચ્ચે અચાનક રૂચિકાની તબિયત બગડતા તેના હાથ-પગમાં અમે બામથી માલિસ કરવાનું શરૂ કર્યું હતું. તબીબે તેને મૃત જાહેર કરતા તેની જાણ મેં પરિજનોને કરી હતી. પીએમની જીદ મારી હતી. પંચ કેસ વખતે રૂચિકાના શરીર પર કોઇ નિશાન ન હતા. જેથી પીએમ રિપોર્ટ પર મને શંકા છે.ગુજરાતી કપલ હનીમૂન પર આબું ગયું, એવું તે શું બન્યું કે પતિએ પત્નીને તડપાવી તડપાવીને મોત આપ્યું

error: Content is protected !!