શરીરથી જોડાયેલા જોડિયા ભાઈઓના મોત:દો જિસ્મ એક જાનથી પ્રખ્યાત હતા, 20 વર્ષિય શિવરામ અને શિવનાથ રુમમાં મૃત હાલતમાં મળી આવ્યા

છત્તીસગઢમાં બલોદાબાજારના ખેદા ગામના રહેવાસી બે ભાઈઓ શિવનાથ અને શિવરામની અનોખી જોડી હવે નજર નહી આવે. શનિવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડવાથી બંનેના મોત થયા છે. જોકે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયેલા મોતના કારણે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

શિવરામ અને શિવનાથના પરિવારો પ્રમાણે, રાત્રે બંને ભાઈઓને તાવ હતો. સવારે જ્યારે ઘરવાળા તેમના રુમમાં પહોચ્યા તો બંનેની મોત થઈ ચૂકી હતી. ગામમાં બંને ભાઈઓએ આત્મહત્યા કરી હોવાની ચર્ચા પણ છે. બંનેની ઉંમર 20 વર્ષ હતી.

ડિસેમ્બર 2001માં જન્મેલા શિવનાથ અને શિવરામના શરીર સાથે જોડાયેલા હતા. તેમના બે ધડ, બે માથા, ચાર હાથ અને બે પગ હતા. એક સાથે જ શિવરામ અને શિવનાથે પોતાના તમામ કામ કરતા હતાં. પછી તે સ્કૂટર ચલાવવાનું હોય, સ્નાન કરવાનું હોય, શાળાએ જવાનું હોય. બંનેનું કનેક્ટેડ બોડી સાથે કામ કરતું હતું.

આ કારણે તેઓ દેશ અને દુનિયામાં બે જિસ્મ એક જાનના નામે પણ જાણીતા થયા હતાં. માનવ શરીરના અનોખા માળખા પર સંશોધન કરતી અનેક વિદેશી ટીમો પણ બલોદાબજાર આવીને શિવનાથ અને શિવરામને મળી હતી. બંને હસતા-હસતા લોકોને મળતા હતા હવે અચાનક મોતથી ખૈંદા ગામના લોકો ઉદાસ થઈ ગયા છે.

એક મહિના પછી જન્મ દિવસ હતો
ડિસેમ્બરમાં શિવનાથ અને શિવરામનો જન્મદિવસ હતો. બંનેએ થોડા મહિના પહેલા સ્કૂટર ખરીદ્યું હતું અને તેને ચલાવવા માટે આરામ માટે સીટની નીચે વેલ્ડિંગ કરીને ગાદી નખાવી હતી. તેઓ પેટ્રોલ પંપ પર ગયા ત્યારે તેમને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી.

બંનેએ કહ્યું હતું કે અમે અલગ નહી થઈએ
બંનેને તેમના જોડાયેલ બોડીને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ મુશ્કેલી હતી. પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં બંનેએ કહ્યું હતું કે તેઓ અલગ થવા માગતા નથી. જોકે, ડોકટરોએ કહ્યું હતું કે બંનેના શરીરને અલગ કરવામાં આરોગ્ય જોખમના ઘણા પરિબળો હોઈ શકે છે. બંને ભાઈઓ પણ ઇચ્છતા ન હતા કે તેઓને સર્જરી કરીને અલગ કરવામાં આવે. બધી મુશ્કેલીઓ પછી પણ તેઓ ખુશીથી સાથે જીવન જીવી રહ્યા હતા.

error: Content is protected !!