‘હું ગામમાં તો ઠીક ફેમિલીને મોં દેખાડવા જેવી નથી રહી’, આગળ વાંચીને તમારું હ્રદય પણ કંપી ઉઠશે

‘હું ગામમાં તો ઠીક ફેમિલીને મોં દેખાડવા જેવી નથી રહી’, આગળ વાંચીને તમારું હ્રદય પણ કંપી ઉઠશે

‘હેલો આઇ એમ….આજે મારી લાફઇનો લાસ્ટ ડે છે હું સુસાઇડ કરવા જઇ રહી છું’ આવા ઉદ્દબોધન સાથે ચાર પેજની નોટ લખીને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. ઘટના બની છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં. સુસાઇડમાં નોટમાં લખેલી વિગતો જોતા 20 વર્ષની વિદ્યાર્થીની સાથે તમામ પ્રકારના સબંધો રાખીને પ્રેમીએ દગો કર્યો હોવાનું સ્પષ્ટ થતાં હાલોલ પોલીસે પ્રેમી યુવાનની સામે મૃતક વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ, યુવતીનો મોબાઇલ નંબર સુદ્ધા બ્લોક કરી દઇને ઇજ્જત કાઢીને મરવા માટે મજબુર કરી દુષ્પ્રેરણા આપી હોવાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

પંચમહાલના હાલોલની એક કૉલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. કોપરેજ ગામની યુવતીએ સાત પાનાની સુસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને આત્મહત્યા કરી છે. યુવતીના આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતી સાથે તેના પ્રેમીએ વારંવાર શરીર સુખ માણ્યું હતું. બાદમાં તેને તરછોડી દીધી હતી. જેથી યુવતીને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. આ મામલે પોલીસે મરણજનાર કોલેજીયન ગર્લના પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના શું હતી?
હાલોલના કોપરેજ ગામે રહેતી 20 વર્ષીય કાજલ (નામ બદલ્યું છે) હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તદુપરાંત પુના સ્થિત ગુરુકુળ સોફ્ટવેરમાં સોફ્ટવેરનું ભણતી હતી. તે કોલેજ નીકળી હતી અને બપોર બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. શોધખોળ બાદ તેનો પત્તો મળ્યો ન હતો. દરમિયાન પરિવારને જાણ થઈ કે કાલોલ શક્તિપુરા નર્મદા કેનાલ પાસે ગેટ નજીક એક યુવતીની લાશ પાણીમાં ઉંધી તરી રહી છે. સ્થળ ઉપર જતાં કપડાં ઉપરથી તેના પિતાએ તેની લાશ ઓળખી હતી. જે મોંના ભાગે ક્ષત વિક્ષત હતી. અંતિમ વિધિ બાદ ભત્રીજાના મોબાઇલ પર કાજલે સોશિયલ મીડિયા પર અગ્રેજીમાં લખેલી 6 પાનાંની સુસાઇડ નોટ મળતાં આત્મહત્યા પાછળ પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. ગામના જ પ્રેમી રાહુલે શરીર સુખ માણ્યા બાદ લગ્નની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી દીધી હતી. પોલીસે પ્રેમી યુવક રાહુલની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

અંતિમવિધિ બાદ પિતરાઇએ સ્યૂસાઇડ નોટ જોઇ અને આપઘાતનું કારણ મળ્યું
કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે લાશને પેનલ પીએમ માટે રેફરલ હોસ્પિટલ મૂકાવી હતી. જેમાં પાણી પી જવાથી શ્વાસ રૂંધાતાં મોત થયાનું કારણ આવ્યું હતું. તેની અંતિમવિધિ કરી પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેમના ભત્રીજાએ જણાવેલ કે બહેને પૂનાથી સોશિયલ મીડિયાના ગ્રૂપમાં સુસાઇડ નોટ મૂકી હતી. જે તેઓને ફોરવર્ડ કરતાં તેમાં અંગ્રેજીમાં મરનાર યુવતીએ પોતે સુસાઈડ કરવા જઈ રહી હોવાનું તથા સુસાઈડનું કારણ ગામના એક યુવાન રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથેની રિલેશનશિપ હોવાનું જણાવ્યું હતું.​​​​​​​

સુસાઈડ નોટ વોટ્સએપ ગ્રુપમાં મુકી હતી
કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મુકાવી હતી. જેમાં પાણી પી જવાથી શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયાનું કારણ જણાવ્યું હતું. જેથી તેની અંતિમવિધિ કરી પરિવારજનો ઘરે આવ્યા હતા ત્યારે તેઓના ભત્રીજાએ જણાવેલ કે તેમની બહેને પુનાથી વોટસએપ ગ્રુપમાં હેતલે સુસાઈટ નોટ મૂકી હતી. જે સુસાઇડ નોટ તેઓને ફોરવર્ડ કરતા આ સુસાઇડ નોટ જોતા અંગ્રેજીમાં મરનાર યુવતી એ પોતે સુસાઈટ કરવા જઈ રહી હોવાનું તથા સુસાઈડનું કારણ ગામના એક યુવાન રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથેની રિલેશનશિપ હોવાનું જણાવ્યું હતું.

દરરોજ મળી શારીરિક સંબંધો બાંધતો હતો
સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, રાહુલે ખોટી ખોટી વાતોમાં ફસાવી તેને દરરોજ મળી શારીરિક સંબંધો બાંધતો હતો. જેને હું લવ સમજી બેઠી જ્યારે મેં તેના ઉપર ખૂબ જ વિશ્વાસ કર્યો તેના માટે મારો ફ્યુચર અને કેરિયર મારા પપ્પાના સપના વિશ્વાસ બધું જ ખતમ કરી નાખ્યું એટલે જ મેં તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા તેને મારો ઉપયોગ કરી અન્ય યુવતી સાથે લગ્ન કરવા માટે મારી ગંદી વાતો કરી એક જ સેકન્ડમાં મને છોડી દીધી અને તારે જે કરવું હોય તે કરી શકે છે.

ખોટી વાતો ફેલાવવાનો પણ પ્રેમી યુવક પર આક્ષેપ
આ ઉપરાંત આ યુવતીએ પોતાની સુસાઈટ નોટમાં તેણીના વિશે ખોટી વાતો ફેલાવવાનો પણ પ્રેમી યુવક પર આક્ષેપ કર્યો છે. મૃતક પોતે ગામમાં અને પોતાના કુટુંબમાં મોં બતાવવાને લાયક નહીં હોવાથી ઉપરાંત તેના પ્રેમીએ અન્ય યુવતી સાથે સંબંધો બાંધતા પોતાને ઇગ્નોર કરતો હતો. આ ઉપરાંત તેનો વોટ્સએપ નંબર પણ બ્લોક કરી દીધો હોવાની હકીકતો જણાવી પોતાના હાથે લખેલી અક્ષરવાળી સુસાઇડ નોટ લખી પુના સ્થિત વોટ્સએપ ગ્રુપમાં સુસાઇડ નોટ મૂકી હતી.

લગ્ન કરવાના સપના દેખાડી દગો કર્યો
કાજલના વાલી દ્વારા સમગ્ર વિગતો વર્ણવી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કોલ્જીયન ગર્લને લગ્ન કરવાના સપના દેખાડી અવાર નવાર મળી શારીરિક સંબંધો બાંધી અન્ય યુવતી મળતા તરછોડી થઈ તેનો નંબર બ્લોક કરી દેતા લાગી આવતા અને ઈજ્જત કાઢી મરવા માટે મજબૂર કરી દેવાની દુષ્પ્રેરણા બદલનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રેમી યુવકને કાલોલ પોલીસ મથકે હસ્તગત કરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવાની તજવીજ શરૂ કરી છે.

માતા-પિતાને ઉદ્દેશીને લખ્યું- તમે મને સમજો અને પ્લીઝ હિંમત ના હારતા
મરનાર યુવતી સાથે અમર્યાદિત શારીરિક સંબંધો બાંધી રાહુલે અન્ય યુવતી સાથે સંબધો બાંધતા આ યુવતી દ્વારા લાંબી સુસાઈડ નોટ લખી હતી. જેમાં પોતાના માતા-પિતાને ઉદ્દેશી લખ્યું છે કે, મમ્મી પપ્પા તમે મને સમજો અને પ્લીઝ હિંમત ના હારતા મારા સિવાય પણ બીજી છોકરીઓ છે ભાઈ છે આ પગલું ભરવાનું કારણ આ છે કે તમારા સપના હું પૂરા કરી શકી નથી અને ઈમેજ ખરાબ કરી નાખી. તમે બહુ જ મહેનતથી અહીંયા સુધી અભ્યાસ કરાવ્યો પણ તમારા સપના ઇમેજ બધું જ ખતમ કરી નાખ્યું એટલા માટે હુ આ સ્ટેપ ભરુ છું. આ ઉપરાંત આજના યુવક-યુવતીઓને ઉદ્દેશીને પણ મૃતક યુવતીએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતા અને પ્લીઝ ઓલ બોયઝ ને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પુરી કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર (ખતમ)ન કરતા.

કોલેજીયન ગર્લની સુસાઈડ નોટ અક્ષરરઃ
હેલ્લો, આઈ એમ કાજલ (નામ બદલેલું છે)… આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈડ કરના જા રહી છું. હું કોપરેજ ગામથી બિલોંગ કરું છું. મારું સુસાઈડ કરવાનું રિઝન રિલેશનશીપ છે.મારું કોપરેજ ગામના સોલંકી રાહુલકુમાર નગીનભાઈ છે. એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સુઅલ રિલેશન છે. તેને મને ખોટી ખોટી વાતોમાં પહેલા તો ફસાઈ. તે ડેઈલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો. હું આને લવ સમજી બેઠી.તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા. જ્યારે તો તેને કહ્યું કે તારે જે કરવું હોય તે કરી શકે છે એમ અને ગામમા તેને આ વાત કરી કે હું તેની સાથે મેરેજ માટે બ્લેકમેલ કરુ છું. આવી રીતે અને બીજું કે હું તેના પૈસા જોઈને તેની લાઈફમાં આયેલી આ વાત કરી તેના કારણે હું ગામમાં ફેસ દેખાડવા લાયક નથી રહી તો હું કામ કરું છું.

બહુ જ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં
તેની લાઈફમાં બીજી ગર્લ્સ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. મારું વોટ્સએપ નંબર બ્લોક કરી દીધું. તેના મારા પહેલા પણ બવ ગર્લ્સ હતી. લાઈફમાં મને ખબર નહોતી કે તે ગર્લ્સનો યુઝ કરીને છોડી દે છે. જ્યારે મે તેને કીધું તો તે બહાના બનાવા લાગ્યો તો મારી પાસે ફોટોઝ હતા તો અપલોડ કર્યા હતા. તો તેને જ પણ ફોટો હાતા મારા ફોનમાં તેને ડિલિટ કરવા માટે તો મને મળ્યો હતો. 22 જાન્યુઆરી રિસ્ટાર્ટ કરીને છોડી દીધી રસ્તામાં અને તેને મારો બહુ જ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં. મેં ફર્સ્ટ ટાઈ કોઈના પર ટ્રસ્ટ કર્યો તેના માટે મારું કેરીયર, ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ, ટ્રસ્ટ બધું જ ઓવર કરી નાખ્યું હતું. એટલા માટે મેં તેના અને મારા ફોટોઝ અપલોડ કરી દીધા બિકોઝ તેને મારો યુઝ પણ કર્યો અને ગામમાં મારી જ ગાંડી વાત કરતો હતો. મને ખબર નહતી. તેને મારા જ માટે મને સેકન્ડમાં મરવા માટે છોડી દીધી. તેને ખબર છે હું આ કામ કરવાની છું.

હું મારી ફેમિલીને માફી માગુ છું
મે ગામમાં તો શું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકોઝ પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે મતારી ઈમેજ ખરાબ નઈ થવા દઉં. તમને કોઈ કમ્પલેન નઈ આવે. બટ હુ સ્ટડી માટે પૂના ગઈ હતી તે બોયઝ માટે હું ઘરે આઈ ગઈ બટ ત મારો યુઝ કરતો હતો. મને ખબર નહતી હુ મારી ફેમિલીને માફી માગુ છું કે તમારી ઈમેજ ખરાબ કરી. ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતાં એન્ડ પ્લીઝ ઓલ બોયઝને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પૂરવા કરવા માટે કોઈ ગર્લ્સની

મારી લાઈફ અહીંયા સ્ટોપ કરી દઉ છું
લાઈફ ઓવર ના કરશો.મેં તે બોયઝ માટે મારી લાઈફ ઓવર નથી કરતી બટ હુ ક્યાંય ફેસ દેખાડવા લાયક નથી છોડી તેને અને ફેમિલીનો ટ્રસ્ટ તોડ્યો છે, એટલા માટે હું આ સ્ટેપ ભરું છું. તેની લાઈફ મા હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેને ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે. તેનું કામ પૂરું થતાં મને છોડી દીધી અને મારી જ ગામમાં ગંદી વાત કરી તેનાથી મારી ફેમિલીની ઈમેજ ખરાબ થઈ તેનું રિઝન હું છું. તો મારી લાઈફ અહીંયા સ્ટોપ કરી દઉ છું.