19 વર્ષીય કુંવારી યુવતીનો ત્રણ સંતાનોના પિતા એવા વિધર્મી યુવક સાથે તળાવમાં આપઘાત

અંકલેશ્વર માં ત્રણ સંતાન ના પિતા એ પાર્લર સાથે કામ કરતી કુંવારી યુવતી સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરત ની માંગરોળના બોઈંદરાની યુવતી જોડે વિધર્મી યુવાનનો પ્રેમ સંબંધ હોવાની આશંકા સેવાઈ રહી છે. કોસમડી ખાતે આવેલ અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. છેલ્લા દોઢ વર્ષ થી સાથે કામ કરતા કરતા પ્રેમ સંબંધ બંધાયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. બાકરોલના તળાવમાંથી બાંધેલી હાલતમાં યુવક યુવતીના મૃતદેહ મળ્યા હતા.

યુવતી પરિવાર દ્વારા બે દિવસ પૂર્વે જ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.બનાવની વિગતો અનુસાર સુરત જિલ્લા ના માંગરોળ તાલુકાના બોઇદ્રા ગામે રહેતી 19 વર્ષીય મહિમા વિજય ભાઈ ગોહિલ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના 36 વર્ષીય અબ્બાસ અલ્લારખા ખલીફા ના કટ એન્ડ કલ્સ બ્યુટીપાર્લરમાં કામ કરવા આવતી હતી. તારીખ 24મી જાન્યુઆરી ના રોજ સાંજે છ વાગ્યાથી યુવતી પરત ઘરે ન આવતા તેના પિતાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી

જેની જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી જીઆઇડીસી પોલીસે તપાસ કરતા અબ્બાસ અલ્લારખા ખલીફા પણ ગુમ હોવાનું માલુમ પડ્યું હતું .દરમિયાન તારીખ 26મી ના રોજ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે તળાવમાંથી બન્ને ના હાથ બંધાયેલ હાલત માં મૃતદેહો મળી આવતા ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો

અને બન્ને મૃતદેહો ને પાણી માંથી બહાર કાઢ્યા હતા અને બન્ને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી ખાતે ખસેડી બનાવ અંગે પ્રાથમિક અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ આરંભી હતી. બને ના મૃતદેહ એકમેજ જોડે હાથ બાંધેલી હાલત માં મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!