18 વર્ષીય વિદ્યાર્થીનીને 45 વર્ષનાં પ્રોફેસર સાથે થયો પ્રેમ, યુટ્યુબ પર વિડિઓ જોઈને થઈ ઈમ્પ્રેસ

18 વર્ષીય વિદ્યાર્થીનીને 45 વર્ષનાં પ્રોફેસર સાથે થયો પ્રેમ, યુટ્યુબ પર વિડિઓ જોઈને થઈ ઈમ્પ્રેસ

જર્મની: જર્મનીની સાયકોલોજીની એક વિદ્યાર્થીએ યુટ્યુબ પર ફિલોસોફી શિક્ષકનો વિડિઓ જોયા પછી તેનો સંપર્ક કર્યો હતો,અને થોડા મહિનાઓમાં રિલેશનશીપ પણ શરૂ થઈ ગઈ. જોકે બંને વચ્ચે 27 વર્ષનું અંતર છે જેના કારણે આ કપલના તેમના પરિવાર સાથે સંબંધો બગડ્યા છે.

21 વર્ષની મનોવિજ્ઞાનની વિદ્યાર્થી જેનાએ ક્યારેય વિચાર્યું ન હતું કે યુટ્યુબની મદદથી તેની રિલેશનશીપ શરૂ થશે. જ્યારે જેના 18 વર્ષની હતી, ત્યારે તેણે ફિલોસોફી શિક્ષક પીટર હેનરિચનો એક વિડિઓ જોયો અને આ પછી બંનેએ ઇમેઇલ પર ચેટ કરવાનું શરૂ કર્યું. લગભગ ત્રણ મહિના પછી બંનેની ફેસટાઇમ થઈ અને તેઓ ડિસેમ્બર 2017 માં પહેલી વાર મળ્યા. બંને પ્રથમ નજરમાં જ એક બીજાના પ્રેમ થઈ ગયો હતો.

આ બાબતે વાત કરતાં, જેનાએ કહ્યું હતું કે હું યુનિવર્સિટીમાં ફિલોસોફી અથવા મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાની આશા હતી કારણ કે મને આ બંને વિષયોમાં ખૂબ જ રસ છે. આને કારણે, હું મારા ખાલી સમયમાં આ વિષયોથી સંબંધિત YouTube વિડિઓઝ જોઉં છું. થોડા વર્ષો પહેલા મેં આવો જ એક વિડિઓ જોયો હતો અને હું આ વિડિઓમાં હાજર પ્રોફેસરથી ખૂબ પ્રભાવિત થઈ હતી. મને તેનો અવાજ અને તેની શૈલી પસંદ આવ્યો અને મેં તેમને એક ઇમેઇલ પણ લખી નાંખ્યો.

જો કે, આ રિલેશનને લઈને જેના અને પીટરને પણ તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ સંબંધને કારણે જેનાના માતાપિતા તેમનાથી ખૂબ નારાજ છે. તે બીજીબાજુ પીટરના માતાપિતાએ તેને એક દંપતી તરીકે માન્યતા નથી આપી. આ કિસ્સામાં, જેના કહે છે કે ઉંમરના અંતરને કારણે, તેણીએ ઘણી નકારાત્મકતા સહન કરી છે, પરંતુ લોકોને સમજવું જોઈએ કે તમે કેવી રીતે ખુશ રહો છો, એ વાત મહત્વની છે અને પ્રેમની કોઈ ઉંમર નથી હોતી.

જેન્ના અને પીટર એક બીજાથી ઘણાં દૂર રહે છે પરંતુ બંને લોંગ ડિસ્ટન્ટના રિલેશનશીપમા અંતરનાં સંબંધમાં છે. જેના કહે છે કે પીટર સાથે કોઈ બહેશ નથી થતી કારણ કે તેઓ દરેક બાબતે સંદેશાવ્યવહાર કરે છે. જેના એમ પણ કહે છે કે પીટર સાથેની તેની કેમિસ્ટ્રી શ્રેષ્ઠ છે. આથી જ તે સમાજની પરવાહ કર્યા વિના પોતાના દીલની વાત સાંભળવા માંગે છે.