અમદાવાદમાં છૂટાછેડા લીધેલી મહિલા સાથે 17 વર્ષના ટેણિયાના બંધાયા પ્રેમ સંબંધો અને પછી….

અમદાવાદમાં 17 વર્ષના છોકરાને 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધો બંધાયા હતાં ત્યાર બાદ છોકરો ઘરેથી ભાગી ગયો હતો. તેને શોધવા માતા-પિતા મહિલાના ઘરે પહોંચ્યા હતાં અને ઘર બહારથી બંધ કરીને બન્ને અંદર પુરાઈ ગયા હતાં. છોકરાના માતા-પિતાએ ઘર ખોલાવવા માટે બૂમો પાડી હતી જોકે મહિલાએ તેમનો દીકરો પાસે નહીં હોવાનું કહેતા માતા-પિતાએ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી ત્યાર બાદ મહિલા હેલ્પલાઈનની પણ મદદ લેવામાં આવી હતી. છેવટે છોકરાની માતાને તેમનો પુત્ર પરત મળી ગયો હતો.

અમદાવાદ શહેરના અસારવામાં રહેતી 30 વર્ષિય મહિલાના થોડા સમય પહેલાં જ છૂટાછેડા થયા હતાં ત્યાર બાદ તે મહિલાને 17 વર્ષના છોકરા સાથે પ્રેમ સંબંધો બંધાયો હતો. મહિલા અનેકવાર છોકરાને ફોન પર વાતો કરતી હતી અને તે તેને પોતાના ઘરે પણ બોલાવતી હતી. તેણે મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને એવી હકીકત પણ કહી હતી કે, તે તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માંગે છે.

છોકરાના માતા-પિતાએ મહિલાની ઉંમર અને છૂટાછેડાવાળી હોવાથી સંબંધને મંજૂરી આપી નહોતી. જેના કારણે છોકરો ઘરેથી ભાગી ગયો હતો. છોકરો ઘરેથી ભાગી ગયા બાદ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું જોકે ચિંતાન વિષય નહતો કારણ છોકરાના માતા-પિતાને ખબર પડી ગઈ હતી કે તેમનો છોકરો તે મહિલા પાસે છે.

ત્યાર બાદ છોકરાના માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પૂછપરછમાં તે મહિલાએ કહ્યું હતું કે, તે છોકરો મારી પાસે છે જેને હું સાંજ સુધીમાં ઘરે પરત મોકલી આપીશ. સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતાં માતા-પિતા તેના ઘરે પહોંચ્યા હતાં. ત્યાં પણ છોકરો મળ્યો નહતો. જોકે મહિલાએ ઘર બહારથી બંધ કરીને અંદર બન્ને જણ પુરાઈ ગયા હતા. છેવટે છોકરાના માતા-પિતાને પોલીસને બોલાવવી પડી હતી.

30 વર્ષીય મહિલા એક પુત્રની માતા છે. દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી જેથી 17 વર્ષના છોકરાની સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. છોકરાના માતા-પિતાનો બહુ જ વિરોધ હોવાથી તેણે છોકરાને ભગાડવાનું નક્કી કર્યું હતું.છૂટાછેડા બાદ તેને એકલતા અનુભવતી 30 વર્ષની મહિલાને 17 વર્ષના છોકરા સાથે બંધાયો પ્રેમસંબંધ, અનેક વખત ઘરે પણ બોલાવાતી, એક દિવસ…

error: Content is protected !!