સુરતમાં માતાને તૈયાર થઈને આવું કહીને ગયેલી 17 વર્ષીય દીકરી એ રૂમમાં ફાંસો ખાઈ લ,દિવાળીની ખુશી માતમમાં ફેરવાય ગઈ
સુરતના ડભોલી વિસ્તારમાં તૈયાર થઈને આવું છું કહી ગયેલી દીકરી 30 મિનિટ બાદ રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ચાર સંતાનોમાં 17 વર્ષીય પ્રતિક્ષા (નામ બદલ્યું છે) ત્રીજા નંબરની દીકરી હોવાનું પિતાએ જણાવ્યું હતું. ડભોલીની એક સોસાયટીમાં બનેલી આ ઘટના બાદ સિંગણપોર પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
જીવવાની તમામ ઈચ્છાઓ મરી ગઈઃ પિતા
મૃતકના પિતા એ જણાવ્યું હતું કે, 17 વર્ષની દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોયા બાદ જીવવાની તમામ ઈચ્છાઓ મરી ગઈ છે. અમે ભાવનગરના રહેવાસી છે. કંઈ જ ખબર નથી દીકરીના આપઘાતને લઈ, બસ હવે તો એની અંતિમવિધિ કરી ભૂલચૂકની માફી માગવા સિવાય કોઈ વિકલ્પ નથી.
દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી
વધુમાં જણાવ્યું હતું કે, અમે શેરીઓમાં કપડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. ઘર નીચે દુકાન હોવાથી આજુબાજુ સ્થાનિક ગ્રાહકો પણ મળી રહે છે. આજે સવારે માતા જોડે કપડા વેચવા જવાની હતી. માતાને તૈયાર થવા જાઉં છું કહી પહેલા માળે આવેલા રૂમમાં ગઈ હતી. 30 મિનિટ બાદ પણ ન આવતા માતા એને બુમો પાડી બોલાવવા ગઈ હતી. દરવાજો ન ખોલતા હોબાળો થઈ ગયો હતો. આખરે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા પૂજા લટકતી હાલતમાં જોઈ તમામના હોંશ ઉડી ગયા હતા.
દિવાળીની ખુશી માતમમાં ફેરવાય ગઈ
આખું ઘર કલ્પાનથી ગુંજી ઉઠ્યું હતું. કોઈને ખબર જ ન હતી કે પ્રતિક્ષાએ આપઘાત કેમ કર્યો, છેવટે નીચે ઉતારી એક આશામાં હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરતા દિવાળીની ખુશી માતમમાં ફેરવાય ગઈ હતી. સિંગણપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.