151 દીકરીની ફી ભરવાથી કરી હતી શરૂઆત, આજે 34 હજારથી વધુની ફી ભરે છે, સો સો સલામ આ દીકરીને,ઉમદા કાર્ય માટે કેટલી લાઈક મળશે

આ સરસ સમાચાર વડોદરાથી છે. વડોદરામાં છેલ્લાં ઘણા વર્ષોથી સેવાની સુવાસ ફેલાવી રહેલી નિશાતા રાજપૂત નામની યુવતીએ ફરી ઉમદા કાર્ય કર્યુ છે.છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખ્યો પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની કામગીરીનો આરંભ થયો હતો. 151 છોકરીઓની ફી ભરવાની યાત્રા સાથે શરૂ થયેલા અભિયાન માં આજે 34500 છોકરીઓની 3 કરોડ 80 લાખ રૂપિયા ફી ભરવામાં મદદ થઇ છે.

સામાજીક કાર્યકર નિશિતા રજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીમાં 55 લાખ ફી ભરવામાં મદદ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં શહેરની સામાજીક કાર્યકર્તા નિશિતા રજપૂત મધ્યમ અને ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓની વ્હારે આવી છે. આ વર્ષે પણ 10 હજારથી વધુ દીકરીઓની 1 કરોડ જેટલી ફી ભરવાનો લક્ષ્યાંક છે. નિશિતાએ જણાવ્યું હતું કે દાતાઓ રૂ.1000નો એકાઉન્ટ પેઇ ચેક મેળવીને સ્કૂલમાં જમા કરાવું છું. જે દાતાઓ ચેક આપે છે તેમને વિદ્યાર્થીઓના ફોટો, રિઝલ્ટની ઝેરોક્ષ, તેના માતાપિતાની વિગત, ચેકની ઝેરોક્ષ સંપૂર્ણ માહિતી પહોંચતી કરવામાં આવે છે. જેથી દાતાને ખ્યાલ આવે કે તેઓ કઇ દિકરીને ભણાવે છેે.

હાલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓને નવા મોબાઇલ ફોન પણ અપાયા હતાં તથા વિદ્યાર્થીનીઓના બેન્કના ખાતામાં 5 હજારની ફીકસ ડિપોઝીટ પણ મૂકવામાં આવી હતી. તેમના દ્વારા વુમન એમ્પારમેન્ટ માટે બહેનોને રોજગારી પુર પાડવામાં આવે છે. ચાર વર્ષથી પાછલી ઉંમરે સાથી વિહોણું જીવન જીવતા એકલવાયા વૃધ્ધોને નિ:શુલ્ક ટિફિન સેવા પૂરી પાડે છે.

આ અગાઉ તેણે ખુદ પોતાના લગ્નના ખર્ચમાંથી બચત કરી સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પોતાના લગ્નમાં બચત કરી તે રકમની દીકરીઓના નામે એફડી કરાવી છે. માહામારીમાં લગ્નનો ખર્ચ ઘટતા યુવતીએ 21 બાળકીને 5 હજારની એફડી કરી આપવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગે નિશિતાએ જણાવ્યું કે, હાલ મહામારીનો સમય હોવાથી લગ્નનો ખર્ચ ખૂબ જ ઓછો થઈ જાય છે. ત્યારે બચત થયેલા રૂપિયાથી બાળકીઓને ખુશી આપવા તેમના બેંક એકાઉન્ટ ખોલાવી ફિક્સ ડિપોઝિટ મૂકવાનું નક્કી કર્યું છે. 5 વર્ષ બાદ રકમ પાકતાં તે પૈસા બાળકીઓને કામ લાગશે.

એક દીકરીના માતા રક્ષાબેન શિંદેએ જણાવ્યું હતું કે નિશિતા દ્વારા મારાં બંને બાળકોના ભણતર માટે ફી મળી રહી છે. સ્કૂલ ફી ઉપરાંત બાળકોને દીવાળીમાં નવાં કપડાં ઉપરાંત સ્કૂલ બેગ પણ મળે છે. હવે નિશિતાના લગ્ન છે ત્યારે તે મારી દીકરીના નામે રૂ.5 હજારની ફિક્સ ડિપોઝિટ કરી રહી છે.

નિશિતા જે બાળકીઓની સ્કૂલ ફી ભરે છે તેમની માતાઓ પણ પગભર બને તે માટે તેમને દર વર્ષે સિલાઈ મશીન આપે છે. જ્યારે શહેરમાં એકલવાયું જીવન જીવતા ઘણા વૃદ્ધોને નિ:શુલ્ક ભોજન અને દવાઓ પણ ઘરે પહોંચતી કરે છે.

error: Content is protected !!