આ ગામમાં 15 મહિલાઓ સવારથી સાંજ સુધી આવું મુશ્કેલ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે

કેન્યાના સરવત ગામમાં સવારે 8 વાગતા જ 15 મહિલાઓનું ગ્રુપ હાથમાં હથોડા લઈને પથ્થર તોડવા નીકળી પડે છે. આ બધા એટલા જોશથી પથ્થર પર હથોડા મારે છે કે તેઓ અવાજ દૂર-દૂર સુધી સંભળાય છે. આ કામ કરતી મહિલાઓની ઉંમર 23થી 65 વર્ષ વચ્ચેની છે. તેઓ મોટા પથ્થરનાં નાના ટુકડા કરે છે. આ પથ્થરનો ઉપયોગ ઘર બનાવવા માટે કરવામાં આવે છે. દરેક મહિલાઓ તેમનું ગુજરાન ચલાવવા માટે આ કપરું કામ કરે છે.

ગ્રુપમાં સૌથી ઉંમરલાયક મહિલા 65 વર્ષની છે
સવારથી સાંજ થાક્યા વગર તેઓ આ કામ કરે છે. મહિલાઓએ કહ્યું, આ કામથી જે આવક થાય છે તેમાંથી અમારા બાળકોનો ઉછેર થાય છે. ઘણી મહિલાઓ તેમના બાળકોને કામ પર સાથે લઈને આવે છે ઘણી છોકરીઓ ઘરે મૂકીને આવે છે. છેલ્લા 12 વર્ષથી દરેક મહિલાઓ આ કામ કરીને ગુજરાન ચલાવે છે. આ ગ્રુપમાં સૌથી ઉંમરલાયક મહિલા 65 વર્ષની છે. તેણે કહ્યું, હું જાણું છું આ કામ કરવું કેટલું મુશ્કેલ છે. આ કામને લીધે ઘણી મહિલાઓના બાળકો અભ્યાસ કરી શક્યા.

અહીં કામ કરતી અમુક મહિલાઓના બાળકો એટલા નાના છે કે તેમને બ્રેસ્ટ ફીડિંગની જરૂર છે. આથી તેઓ કામમાં જોડે લઈને આવે છે. મહિલાઓ તેમના સંતાન અને કામ બંને સારી રીતે સાચવી લે છે. પોતાની મહેનતથી કેન્યાની મહિલાઓ લોકોની માનસિકતા પણ તોડી રહી છે કે, પથ્થર તોડવાનું મુશ્કેલ કામ માત્ર પુરુષો કરી શકે છે, મહિલાઓ કરી શકતી નથી.

error: Content is protected !!