ગુજરાતમાં આ સાઈબાબાના મંદિરમાં થયો મોટો ચમત્કાર.. 12 વર્ષથી પ્રસાદી રૂપે મુકેલો રોટલો હજુ પણ તાજો છે

બારડોલી તાલુકાના ધોમડોદ ચાર રસ્તા ખાતે આવેલ સાંઈ મંદિર લોકોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની ગયું છે. સાંઈ પ્રસાતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં 30-7-2010ના રોજ એટલે કે 12 વર્ષ અગાઉ પ્રસાદી રૂપે મુકેલ રોટલો આજે પણ તાજો હોય તેવો જ નજરે પડી રહ્યો છે. સાંઈ ભક્તો બાબાના દર્શન સાથે સાથે રોટલાના દર્શન પણ કરે છે અને ધન્યતા પ્રાપ્ત કરે છે.ત્યારે મંદીરે આવતા દર્શનાર્થીઓ સાઈ બાબાની સાથે પ્રસાદીરૂપ રોટલાના પણ દર્શન કરે છે

રોટલાને પ્રસાદી રૂપે સાંઈ બાબાના ચરણોમાં મુકવામાં આવ્યો
બારડોલીના કડોદના દંતાઈ નગર ખાતે રહેતા રામીબેન મોહનભાઈ પટેલે વર્ષ 2010ની 30મી જુલાઈના રોજ રસોઈ માટે રોટલો બનાવતા હતાં. ત્યારે પહેલો જ રોટલો તાવી પર મુક્યો ત્યાં જ રોટલા પર ઓમ આકાર અંકિત થયો હતો. જે જોઈ લોકો આશ્રચર્યમાં પડી ગયા હતાં. જે અંગે પૂ. પંકજભાઈ વ્યાસને જાણ કરી રોટલાને ધામરોડ ખાતે આવેલ સાંઈ મંદિરને પ્રસાદી રૂપે સાંઈ બાબાના ચરણોમાં મુકવામાં આવ્યો હતો.

4320 દિવસ થયા તો પણ રોટલો તાજો
જે રોટલાને આજે 12 વર્ષ થઈ ગયા છે. અને રોટલો આજે પણ તાજો નજરે પડી રહ્યો છે. ત્યારે સામાન્ય રોટલો બે ત્રણ દિવસમાં બગડી જઈ ફૂગ લાગવા માંડે છે. જ્યારે આ રોટલાને 4380 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પણ તાજો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મંદીરે આવતા દર્શનાર્થીઓ સાઈ બાબાની સાથે પ્રસાદીરૂપ રોટલાના પણ દર્શન કરે છે.

error: Content is protected !!