ધો.11ની વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી યુવાન તેના મિત્રના ઘરે લઈ ગયો, લગ્નનની લાલચ આપી પીંખી નાખી

વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સગીર વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ 11ની વિદ્યાર્થિનીને ગત નવરાત્રિમાં વિશાલ પરમાર નામના યુવાન સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતાં હતાં અને એક વખત ચોટીલા પણ ફરવા ગયાં હતાં. ગત બુધવારે વિશાલે ધારેશ્વર મંદિર પાસે વિદ્યાર્થિનીને બોલાવી હતી, આથી તે પોતાની સાઇકલ લઇ મંદિર પાછળની શેરીમાં રાખી વિશાલ સાથે બાઇકમાં બેસી ગઈ હતી. વિશાલ જામનગર રોડ પર તેના મિત્રના ઘરે લઇ ગયો હતો અને ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ કહી બે વખત દુષ્‍કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થિનીના પિતાએ વિશાલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનનારી 16 વર્ષની વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી જામનગર રોડ પર રહેતા વિશાલ ચંદુભાઈ પરમાર નામના શખસ સામે IPC 363, 366, 376, પોક્‍સોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદમાં કહ્યું છે કે હું કારખાનામાં કામ કરું છું. મારે ત્રણ સંતાન છે, જેમાં મોટી 16 વર્ષ 3 માસની દીકરી ધોરણ 11માં અભ્‍યાસ કરે છે.

દીકરી ઘરે ન આવતાં અમે શોધખોળ હાથ ધરી
27 એપ્રિલને બુધવારે મારે રજા હોવાથી હું ઘરે હતો. દીકરી બપોરે પોણાબારેક વાગ્‍યે તેનો સ્‍કૂલ-ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી હતી. સાંજના સાડાપાંચ સુધી ન આવતાં અમે સ્કૂલે જઇ તપાસ કરતાં વોચમેને સ્કૂલ તો છૂટી ગઇ છે એમ કહેતાં અમે ઘરે આવ્‍યા હતા. એ પછી દોઢબે કલાક વીતી જવા છતાં દીકરી ન આવતાં તેની બહેનપણીઓનો સંપર્ક કરી પૂછપરછ કરી હતી. મારી દીકરીની એક બહેનપણીએ કહ્યું હતું કે સ્‍કૂલમાં આજે રજા હતી, તમારી દીકરી સ્‍કૂલે ગઇ જ નથી. આ પછી અમે અમારી રીતે શોધખોળ શરૂ કરતાં સાડાઆઠેક વાગ્‍યે દીકરી ઘરે આવી હતી. અમે તેને ક્‍યાં હતી? એ અંગે પૂછતાં તેણે બહેનપણીના ઘરે હોવાનું કહ્યું હતું. તે દરરોજ સાઇકલ લઇને સ્કૂલે જતી હોવાથી સાઇકલ બાબતે મેં પૂછતાં કહ્યું કે સાઇકલ ધારેશ્વર મંદિર પાસે રાખી દીધી હતી, પણ અમે ત્‍યાં જતાં સાઇકલ મળી નહોતી.

નવરાત્રિમાં દીકરીને વિશાલ સાથે સંપર્ક થયો હતો
એ પછી અમે ગઇકાલે ફરીથી દીકરીના પરિવારના સભ્‍યોએ સાથે મળી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે ગત નવરાત્રિમાં ગરબી રમવા ગઈ હતી ત્‍યારે જામનગર રોડ પર રહેતા વિશાલ પરમાર સાથે પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. એ પછી ગયા ડિસેમ્‍બરમાં ધારેશ્વર મંદિરવાળી ગલીમાં મળ્‍યાં હતાં. ત્‍યાર બાદ બે મહિના પહેલાં ચોટીલા ફરવા ગયાં હતાં. આ રીતે અવારનવાર રાજકોટમાં મળતાં હતાં.

દુષ્કર્મ આચરી વિશાલ ફરી મંદિર પાસે મૂકી ગયો
ગત બુધવારે વિશાલનો ફોન આવતાં પોતે સ્‍કૂલ-ડ્રેસ પહેરીને ધારેશ્વર મંદિર પાસે ગઇ હતી. સાઇકલ ત્‍યાં જ રાખી વિશાલની બાઇક પર બેસી ગઇ હતી. વિશાલ મને તેના જામનગર રોડ પર રહેતા ફ્રેન્‍ડ હુસૈનના ઘરે લઇ ગયો હતો. ત્‍યાં કોઇ ન હોવાથી વિશાલે ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ એમ કહી મને નિર્વસ્ત્ર કરી બે વખત શરીરસંબંધ બાંધી લીધો હતો. એ પછી સાંજે હુસૈનના ઘરેથી મને ધારેશ્વર મંદિર પાસે મૂકી ગયો હતો. ત્‍યારે અહીં સાઇકલ પણ ન હોવાથી વિશાલ મને ઘર નજીક ઉતારી જતો રહ્યો હતો, એમ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ પહેલા થઈ મિત્રતા ને પછી પાંગર્યો પ્રેમ, ફોસલાવીને મિત્રના ઘરે લઈ ગયો ‘આપણે લગ્ન કરવા જ છે, તું ચિંતા ન કર’ કહી બે વખત ગંદુકામ આચર્યું

error: Content is protected !!